VIDEO : સોમનાથ નવનિર્માણના 75 વર્ષ, પીએમ મોદીએ ₹75નો ખાસ સિક્કો અને સ્મરણાત્મક ટપાલ ટિકિટ બહાર પાડી
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરના નવનિર્માણના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત 'અમૃત
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરના નવનિર્માણના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત 'અમૃત મહોત્સવ'માં સહભાગી થવા પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઐતિહાસિક પળને ચિરસ્મરણીય બનાવી છે.વડાપ્રધાને આજે સોમનાથ મંદિરની ભવ્યતા અને તેના ગૌરવશાળી ઇતિહાસને સમર્પિત એક વિશેષ 'ટપાલ ટિકિટ' લોન્ચ કરી હતી. આ સાથે જ, નવનિર્માણના 75 વર્ષની યાદમાં ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલો '75 રૂપિયાનો ખાસ સ્મારક સિક્કો' પણ વડાપ્રધાનના હસ્તે અનાવરણ કરવામાં આવ્યો હતો. આ સિક્કો અને ટપાલ ટિકિટ માત્ર ચલણ કે કાગળનો ટુકડો નથી, પરંતુ તે ભારતીય સંસ્કૃતિના પુનરુત્થાન અને સોમનાથ પ્રત્યેની અતૂટ આસ્થાનું પ્રતીક છે.
