VIDEO 'આતંકવાદીઓએ સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે મોદી સાથે મુકાબલો કરવો આટલો મુશ્કેલ હશે'- દાહોદમાં PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી Operation Sindoorની સફળતા મનાવવા બે દિવસના ગુજરાતના પ્રવાસે છે. પીએમ મોદીએ વડોદર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી Operation Sindoorની સફળતા મનાવવા બે દિવસના ગુજરાતના પ્રવાસે છે. પીએમ મોદીએ વડોદરામાં રોડ શો કર્યો હતો અને તે બાદ દાહોદમાં એક જનસભાને સંબોધી હતી. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ Operation Sindoorની સફળતા માટે સેનાનો આભાર માન્યો હતો.
'આતંકીઓએ સપનામાં પણ નહીં વિચાર્યું હોય, મોદી સામે મુકાબલો કરવો આટલો મુશ્કેલ બનશે-PM મોદી
દાહોદમાં જનસભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ઓપરેશન સિંદૂર એ કોઈ સૈન્ય કાર્યવાહી નથી. આ આપણા ભારતીય સંસ્કારો, આપણી ભાવનાઓની અભિવ્યક્તિ છે. આતંક ફેલાવનારાઓએ સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે મોદી સાથે મુકાબલો કરવો કેટલો મુશ્કેલ છે. બાળકો અને પરિવારની સામે પિતાને ગોળી મારી દેવામાં આવી. આજે પણ તે તસવીરો જોતા લોહી ઉકળી ઉઠે છે. આ 140 કરોડ ભારતીયોને પડકાર આપવામાં આવ્યો હતો, તેથી મોદીએ તે જ કર્યું જેના માટે દેશવાસીઓએ મને મુખ્ય સેવકની જવાબદારી સોંપી હતી. મોદીજીએ તેમની ત્રણેય સેનાઓને ખુલ્લી છૂટ આપી અને આપણી સેનાએ તે કરી બતાવ્યું જે વિશ્વએ છેલ્લા કેટલાક દાયકાઓથી જોયું ન હતું. અમે સરહદ પાર ચાલતા આતંકના નવ સૌથી મોટા આતંકી અડ્ડાઓ શોધી કાઢ્યા. હિસાબ-કિતાબ પાક્કો કરી લીધો અને 22મી તારીખે જે ખેલ ખેલાયો હતો, તેનો 6ઠ્ઠી તારીખની રાત્રે 22 મિનિટમાં અમે તેમને માટીમાં મેળવી દીધા. પરંતુ જ્યારે પાકિસ્તાની સેનાએ હિંમત દેખાડી, તો આપણી સેનાએ પાકિસ્તાની સેનાને ધૂળ ચટાડી'.






