મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: PM મોદીએ વિજયનગરમમાં ભોગાપુરમ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું કર્યું લોકાર્પણ, આંધ્ર પ્રદેશમાં 18 હજાર કરોડના વિકાસ કાર્યોની ભેટ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મ

તસવીર: gstv

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે વિજયનગરમ જિલ્લાના ભોગાપુરમ ખાતે અલ્લુરી સીતારામ રાજુ આંતરરાષ્ટ્રીય વિમાનમથકનું ઉદ્ઘાટન કર્યું. આંધ્ર પ્રદેશ સરકાર GMR ગ્રુપ દ્વારા આશરે 5,000 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા ભોગાપુરમ એરપોર્ટને માત્ર એક માળખાગત પ્રોજેક્ટ તરીકે જ નહીં પરંતુ સમગ્ર ઉત્તર આંધ્ર પ્રદેશ માટે એક પરિવર્તનશીલ સંપત્તિ તરીકે જુએ છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે આંધ્રપ્રદેશના વિજયનગરમ ખાતેથી રાજ્યના આર્થિક અને સામાજિક કાયાકલ્પ માટે ₹18,000 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રકલ્પોનું ઉદ્ઘાટન, લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. વિશાળ જનસભાને સંબોધતા પ્રધાનમંત્રીએ આંધ્રપ્રદેશની ઝડપી પ્રગતિના મુક્તકંઠે વખાણ કર્યા હતા.

જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, "આજે અહીંથી આશરે ₹18000 કરોડના મૂલ્યના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ, ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવામાં આવ્યો છે. આ તમામ વિકાસકાર્યો આજના સમયમાં આંધ્રપ્રદેશ જે ઝડપથી પ્રગતિના પંથે આગળ વધી રહ્યાનું પ્રતિક છે. 

પ્રદેશના સર્વાંગી વિકાસને મળશે વેગ

આ પ્રોજેક્ટ્સમાં માળખાકીય સુવિધાઓ (ઈન્ફ્રાસ્ટ્રક્ચર), ઉડ્ડયન ક્ષેત્ર (એરપોર્ટ), માર્ગ કનેક્ટિવિટી, એનર્જી અને ઔદ્યોગિક ક્ષેત્રના પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. પીએમ મોદીએ ભારપૂર્વક કહ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારના સંયુક્ત પ્રયાસોથી આંધ્રપ્રદેશમાં રોકાણ, નિકાસ અને રોજગારીની નવી તકોનું સર્જન થઈ રહ્યું છે. ભોગાપુરમ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જેવા મેગા પ્રોજેક્ટ્સ સહિતના વિકાસકામો ઉત્તર આંધ્રપ્રદેશના પ્રવાસન અને વેપારને વૈશ્વિક સ્તરે નવી ઓળખ અપાવા માટે પાયાનો પથ્થર સાબિત થશે.

GMR ગ્રુપના વરિષ્ઠ અધિકારીઓ અને નાગરિક ઉડ્ડયન મંત્રીએ પ્રધાનમંત્રીને એરપોર્ટની વિશેષતાઓ વિશે માહિતી આપી. આંધ્ર પ્રદેશની સંસ્કૃતિ, પરંપરાઓ અને કલા પ્રદર્શિત કરવા માટે ટર્મિનલને શણગારવામાં આવ્યું હતું. પીએમ મોદીએ એરપોર્ટના સ્વાગત દ્વાર પર મોટા પાયે એટીકોપ્પાકા કલાકૃતિનું ધ્યાનપૂર્વક નિરીક્ષણ કર્યું. પ્રધાનમંત્રીએ ટર્મિનલથી સભા વિસ્તાર તરફ જતા હજારો આદિવાસી મહિલાઓ દ્વારા રજૂ કરાયેલ 'ધીમસા' નૃત્ય પણ જોયું. અધિકારીઓના જણાવ્યા અનુસાર, 13,500 આદિવાસી મહિલાઓ દ્વારા રજૂ કરાયેલ 'ધીમસા' નૃત્યે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. 

આ એરપોર્ટ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), બિલ્ડીંગ ઇન્ફોર્મેશન મોડેલિંગ (BIM), એરસાઇડ 4.0 ટેકનોલોજી, એરપોર્ટ પ્રિડિક્ટિવ ઓપરેશન્સ સેન્ટર (APOC), બાયોમેટ્રિક પેસેન્જર પ્રોસેસિંગ, ઓટોમેટેડ બેગેજ હેન્ડલિંગ સિસ્ટમ્સ અને ઇન્ટેલિજન્ટ ઓપરેશનલ મોનિટરિંગ સોલ્યુશન્સ જેવી અદ્યતન ટેકનોલોજીઓથી સજ્જ છે. આ સિસ્ટમ્સથી ઓપરેશનલ કાર્યક્ષમતામાં વધારો થશે, મુસાફરોની સુવિધા અને સલામતીમાં સુધારો થશે અને સંસાધનોના ઉપયોગને શ્રેષ્ઠ બનાવશે તેવી અપેક્ષા છે.

એરપોર્ટ 17 ઓગસ્ટથી વાણિજ્યિક કામગીરી શરૂ કરશે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુ અને કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામ મોહન નાયડુએ પ્રધાનમંત્રીને એરપોર્ટની મુખ્ય વિશેષતાઓ વિશે માહિતી આપી.

આ સમાચાર શેર કરો