VIDEO : સેનાના સન્માનમાં PM મોદીએ સોશિયલ મીડિયા પર બદલ્યું DP, ઓપરેશન સિંદૂરની વર્ષગાંઠે અનોખી શ્રદ્ધાંજલિ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોતાની ડિ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોતાની ડિસ્પ્લે પિક્ચર બદલીને ઓપરેશન સિંદૂરનો લોગો લગાવી ભારતીય સેનાના સાહસને અંજલિ આપી છે. એપ્રિલ ૨૦૨૫ના પહેલગામ આતંકી હુમલાના જવાબમાં ૭ મે ૨૦૨૫ના રોજ શરૂ કરાયેલા આ ઓપરેશનની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે પીએમ મોદીએ દેશવાસીઓને પણ સોશિયલ મીડિયા પર DP બદલી સેનાના સન્માનમાં જોડાવા આહવાન કર્યું છે. આ સૈન્ય કાર્યવાહીમાં ભારતીય દળોએ પાકિસ્તાન અને PoJKમાં લશ્કર, જૈશ અને હિઝબુલ મુજાહિદ્દીનના ૯ મોટા લોન્ચપેડ નષ્ટ કરી ૧૦૦થી વધુ આતંકવાદીઓને ઠાર કર્યા હતા. વડાપ્રધાને જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂર દ્વારા સેનાએ જડબાતોડ જવાબ આપ્યો છે, જેના પર દરેક ભારતીય ગર્વ અનુભવે છે. આ રીતે તેમણે સેનાના પરાક્રમ અને વિજયને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પી છે.


