VIDEO/ સરહદના રખેવાળો પ્રત્યે ગૌરવ: અરણીયામાં ઓપરેશન સિંદુરની વર્ષગાંઠે ઉત્સાહ
જમ્મુના અરણીયા સેક્ટરમાં 'ઓપરેશન સિંદૂર'ની વર્ષગાંઠ નિમિત્તે સરહદી ગ્ર
જમ્મુના અરણીયા સેક્ટરમાં 'ઓપરેશન સિંદૂર'ની વર્ષગાંઠ નિમિત્તે સરહદી ગ્રામજનોમાં અદભૂત ઉત્સાહ અને દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. સ્થાનિક રહેવાસીઓએ ભારતીય સેના અને BSFના જવાનોની અદમ્ય વીરતા અને બલિદાનને યાદ કરીને તેમને સલામી આપી હતી. ગ્રામજનોએ ગર્વભેર જણાવ્યું કે સેનાના કારણે જ તેઓ આજે સુરક્ષિત છે. વર્ષો જૂના આ ઓપરેશનની યાદો તાજી કરતા લોકોએ એકસૂરે હુંકાર કર્યો હતો કે જો દેશની સુરક્ષા માટે જરૂર પડશે, તો તેઓ ઓપરેશન સિંદૂર-2 માટે પણ સંપૂર્ણ રીતે સજ્જ છે.



