VIDEO: ક્રિસમસ પર્વે ચર્ચમાં પહોંચ્યા PM મોદી, ઈસા મસીહ સામે હાથ જોડી કરી ખાસ પ્રાર્થના
પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ ગુરુવારે ક્રિસમસના તહેવાર પર દિલ્હીના ઐતિહાસિક કૈથેડ્રલ ચર્ચ ઓફ ધ ર
પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ ગુરુવારે ક્રિસમસના તહેવાર પર દિલ્હીના ઐતિહાસિક કૈથેડ્રલ ચર્ચ ઓફ ધ રિડેમ્પ્શનમાં સવારની પ્રાર્થના સભામાં ભાગ લીધો હતો. આ સભામાં દિલ્હી અને ઉત્તર ભારતના ખ્રિસ્તી સમુદાયના મોટી સંખ્યામાં લોકો શામેલ થયા હતા. સભામાં પ્રાર્થનાઓ, નાતાલના ગીતો અને ભજનો ગાવામાં આવ્યા હતા. દિલ્હીના બિશપ રાઈટ રેવરન્ડ ડૉ. પોલ સ્વરૂપે વડાપ્રધાન માટે ખાસ પ્રાર્થના કરી હતી.
વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને લખ્યું કે, દિલ્હીના કેથેડ્રલ ચર્ચ ઓફ ધ રિડેમ્પશન ખાતે નાતાલની સવારની પ્રાર્થના સભામાં હાજરી આપી. આ સેવા પ્રેમ, શાંતિ અને કરુણાના શાશ્વત સંદેશને પ્રતિબિંબિત કરે છે. નાતાલની ભાવના આપણા સમાજમાં સંવાદિતા અને સદ્ભાવનાને પ્રેરણા આપે છે.
આ અગાઉ પીએમ મોદીએ તમામ નાગરિકોને નાતાલની શુભેચ્છાઓ પાઠવતા ક્યું હતું કે, દરેકને શાંતિ, કરુણા અને આશાઓથી ભરપૂર આનંદદાયક નાતાલની શુભેચ્છા પાઠવી હતી. ઈસુ ખ્રિસ્તના ઉપદેશો આપણા સમાજમાં સદ્ભાવને મજબૂત કરે.
છેલ્લા કેટલાક વર્ષોમાં વડા પ્રધાન મોદી નિયમિતપણે ખ્રિસ્તી સમુદાયને લગતા કાર્યક્રમોમાં ભાગ લેતા આવ્યા છે. 2023માં તેમણે ઇસ્ટર પર દિલ્હીના સેક્રેડ હાર્ટ કેથેડ્રલમાં એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. તે જ વર્ષે નાતાલના દિવસે તેમના નિવાસસ્થાન, 7 લોક કલ્યાણ માર્ગ ખાતે એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. 2024 માં કેન્દ્રીય મંત્રી જ્યોર્જ કુરિયનના નિવાસસ્થાને રાત્રિભોજનમાં હાજરી આપી હતી અને કેથોલિક બિશપ્સ કોન્ફરન્સ ઓફ ઈન્ડિયા દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. સૂત્રો કહે છે કે, આ સમુદાય સાથેના તેમના નિયમિત જોડાણને પ્રતિબિંબિત કરે છે.
દરમિયાન, ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણને પણ લોકોને નાતાલની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે X પર લખ્યું હતું કે, "દરેકને આશા, પ્રેમ અને કરુણાથી ભરપૂર આનંદદાયક નાતાલની શુભેચ્છાઓ. ઈશુ ખ્રિસ્તનો સંદેશ આપણને મજબૂત અને વધુ સંભાળ રાખનારા સમુદાયો બનાવવા માટે પ્રેરણા આપે. અને તેમના ઉપદેશો આપણા બંધનોને મજબૂત બનાવે અને કાયમી શાંતિને પ્રોત્સાહન આપે.
પ્રેમ, શાંતિ અને કરુણાનો ઉપદેશ આપનારા ઈસુ ખ્રિસ્તના જન્મની ઉજવણી માટે નાતાલની ઉજવણી કરવામાં આવે છે. દેશભરના ચર્ચોમાં ખાસ પ્રાર્થના અને ઉજવણીઓ યોજાઈ રહી છે.











