Video: ત્રણ કરોડ નામ હટાવવાના અમિત શાહના દાવાનું કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાનનું સમર્થન

સોર્સ: gstv

બિહારના પટનામાં કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીના રાજ્યમાં ગુનાખોરી અંગેના નિવેદનનું સમર્થન કર્યું છે. તેમણે કહ્યું કે બિહારમાંથી ગુનાખોરી અને ગુનેગારોનો સફાયો થવો જોઈએ અને રાજ્ય સુરક્ષિત બને તે જરૂરી છે. સુરક્ષિત વાતાવરણ ઊભું થશે તો બિહારમાં વધુ રોકાણકારો આવશે અને રોજગારીની તકો વધશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. ગૃહમંત્રી અમિત શાહના ત્રણ કરોડ ઘૂસણખોરોનાં નામ મતદાર યાદીમાંથી હટાવવાના દાવા અંગે પણ ચિરાગ પાસવાને સમર્થન આપ્યું હતું. તેમણે વિપક્ષ પર આ મુદ્દે ભ્રમ ફેલાવવાનો પ્રયાસ કરવાનો આક્ષેપ કર્યો હતો.

આ સમાચાર શેર કરો

જાહેરાત