VIDEO: ડાંગની ખાપરી, પૂર્ણા અને અંબિકા નદીઓના જળસ્તર વધતા નયનરમ્ય દ્રશ્યો
ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન જિલ્લામાં
ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન જિલ્લામાં સારો એવો વરસાદ નોંધાયો છે, જેના કારણે ખાપરી, પૂર્ણા અને અંબિકા નદીઓના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ડાંગમાં વરસાદની ગતિવિધિ આગામી દિવસોમાં પણ ચાલુ રહેવાની શક્યતા છે. જિલ્લાના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ અને કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડવાની આગાહી છે.




