VIDEO:'ભાઉ પોલિટિક્સ મેં જાયેગા તો ભીકુ ગેંગ ચલાયેગા'નો વીડિયો બનાવનાર આખરે ઝડપાયો
સુરતમાં સોશિયલ મીડિયામાં છવાઈ જવા માટે યુવાનોમાં ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે

સુરતમાં સોશિયલ મીડિયામાં છવાઈ જવા માટે યુવાનોમાં ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. ત્યારે જીવને જોખમમાં મૂકીને પણ યુવાનો વીડિયો બનાવતા હોય છ. ત્યારે એક યુવકે એકાદ વર્ષ અગાઉ સચિન પોલીસ સ્ટેશનના લોકઅપમાં વીડિયો બનાવ્યો હતો. ભાઉ પોલિટિક્સ મેં જાયેગા તો ભીકુ ગેંગ ચલાયેગાનો વીડિયો બનાવ્યો હતો. ત્યારબાદ એકાદ વર્ષે સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.જેથી પોલીસે આરોપી યુવકને ઝડપી લીધો હતો.
વર્ષે વીડિયો વાયરલ કર્યો
વોટ્સએપ ગ્રુપમાં એક વીડિયો ફરતો થયો હતો. જેમાં સચિન પોલીસ સ્ટેશન લોકઅપમાં રહેલી એક અટકાયતીએ પોતાનો વીડિયો બનાવડાવી એકાદ વર્ષના લાંબા સમય બાદ કોઈ જગ્યાએ જાહેર કર્યો હતો. હાલમાં અમુક વોટ્સએપ મેસેજ મારફતે સચિન પોલીસ સ્ટાફને ધ્યાન પર આવેલ છે.
આરોપીએ ભૂલ કબૂલ કરી
સચિન પોલીસ સ્ટેશનના અધિકારીઓ તથા સ્ટાફ દ્વારા તુરંત જે તે વખતના અટકાયતમાં રહેલા આરોપી તથા મોબાઈલમાં વીડિયો ઉતારનાર માઈનોર બાળકની ઓળખ કરી હતી. બાદમા તુરંત રાઉન્ડ અપ કરી પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો. પોતે કરેલ ભુલ સમજાતા માફી માંગા હતા. ભવિષ્યમાં આવું કોઈ ખોટી પ્રસિધ્ધિ મેળવવા પગલું નહીં ભરવાની બાહેંધરી આપી હતી. જે બાબતે જરૂરી કાયદેસરની વિધી કરવા માટે કાર્યવાહી ચાલુ કરી છે.








