VIDEO: પાટણમાં પારો 40 ડિગ્રીને પાર જતાં લોકો ત્રાહિમામ, જાહેર માર્ગો પર કર્ફ્યૂ જેવી સ્થિતિ
પાટણ શહેરમાં ગરમીનો પારો 40 ડિગ્રીથી 43 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જતાં લોકો તોબા પોકારી ઉઠ્યા છે. બપો
પાટણ શહેરમાં ગરમીનો પારો 40 ડિગ્રીથી 43 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જતાં લોકો તોબા પોકારી ઉઠ્યા છે. બપોરના સમયે આકરી ગરમી અને લૂને કારણે શહેરની સોસાયટીઓ, મહોલ્લાઓ, પોળો અને જાહેર માર્ગો સુમસામ જોવા મળ્યા હતા. ગરમીની સીધી અસર મતદાન પ્રક્રિયા પર પણ જોવા મળી હતી, જ્યાં મતદાન મથકો પર લોકોની અવરજવર ઘટી ગઈ હતી. પાટણના હંમેશા ધબકતા રહેતા વિસ્તારો પણ ગરમીના પ્રકોપને કારણે સૂમસામ બન્યા છે.


