VIDEO: પાટણના સિદ્ધપુરની ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે છઠ્ઠો પદવીદાન સમારોહ યોજાયો
પાટણના સિદ્ધપુરની ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે છઠ્ઠો પદવીદાન સમારોહ યોજ
પાટણના સિદ્ધપુરની ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે છઠ્ઠો પદવીદાન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે ખાસ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરી હતી. સમારોહમાં કુલ 84 વિદ્યાર્થીઓને મેડલ અર્પણ કરાયા, જેમાં 42ને ગોલ્ડ અને 42ને સિલ્વર મેડલ આપી નવાજવામાં આવ્યા હતા.આ તકે રાજ્યપાલના હસ્તે 20 કરોડના ખર્ચે નવનિર્મિત આધુનિક હોસ્ટેલનું ઈ-લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું. આ દીક્ષાંત સમારોહમાં ખોડલધામના અનાર બેન પટેલ, બળવંતસિંહ રાજપૂત અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.




