મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Patan news: સમી તાલુકાના દુદખા ગામે તલાટી કમ મંત્રી લાંચ લેતા ઝડપાયા, ACBએ ગોઠવ્યું હતું છટકું

રાજ્યના પાટણ જિલ્લામાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે

Patan news: સમી તાલુકાના દુદખા ગામે તલાટી કમ મંત્રી લાંચ લેતા ઝડપાયા, ACBએ ગોઠવ્યું હતું છટકું
આ સમાચાર સાંભળો

રાજ્યના પાટણ જિલ્લામાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે રાજ્યના  પાટણના સમી તાલુકાના દુદખા ગામે તલાટી કમ મંત્રી હમીર ઠાકોરને 70 હજાર રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો છે. ઉલ્લેખનીય છે કે  તલાટી કમ મંત્રીએ કોન્ટ્રાક્ટરને તળાવમાંથી ગેરકાયદે રેત ખનન બદલ લાંચ માંગી હતી. કોન્ટ્રાક્ટરે  આ મામલે ACBનો સંપર્ક સાધ્યો હતો. આ મામલે ACBએ ટ્રેપ ગોઠવી હતી. શંખેશ્વરના રાધે શોપિંગ સેન્ટર પાસે એસીબીએ ટ્રેપ ગોઠવીને લાંચિયા તલાટી કમ મંત્રીને ઝડપી પાડ્યો છે.

આ સમાચાર શેર કરો