મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ભાવનગરમાં ખોદકામ વખતે ગેસ લાઈન તૂટી લીકેજ થતાં લોકોમાં નાસભાગ, મોટી જાનહાનિ ટળી

રાજ્યભરમાં અવારનવાર રસ્તા પર થતા ખોદકામને લઈને લોકોને ભારે મુશ્કેલીઓને સામનો કરવો પડે છે,

રાજ્યભરમાં અવારનવાર રસ્તા પર થતા ખોદકામને લઈને લોકોને ભારે મુશ્કેલીઓને સામનો કરવો પડે છે, એવામાં ભાવનગરમાંથી ફરી એક વખત રસ્તા પર ખોદકામ દરમિયાન ગેસની પાઈપલાઈન તૂટી ગઈ હતી. ભાવનગર શહેરમાં ફરી એકવાર કોન્ટ્રાક્ટરોની બેદરકારીને કારણે ગુજરાત ગેસની લાઈન તૂટતા ગેસ લીકેજની સમસ્યા સર્જાઈ હતી. જો કે આખરે ગુજરાત ગેસ દ્વારા લાઈન બંધ કરાતા જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી.

આ પણ વાંચો : વિંછીયા પોલીસ પર પથ્થરમારામાં 84ની અટકાયત મામલે યુવકનો પત્ર વાયરલ, જાણો શું છે મામલો

ભાવનગર શહેરના વાઘાવાડી રોડ પર એચડીએફસી બેન્કની બાજુમાં આવેલા રસ્તામાં પાણીની લાઈન નાખવા માટે જેસીબી દ્વારા ખોદકામ કરવામાં આવી રહ્યુ હતું. તે સમયે ગુજરાત ગેસની પાઇપલાઇન તૂટી ગઈ હતી જેથી ગેસ લીકેજ થતા નાસભાગ મચી જવા પામી હતી. જો કે ઘટના અંગેની જાણ તાત્કાલિક ફાયર વિભાગ અને ગુજરાત ગેસની કરવામાં આવતા ફાયરનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો. તેમજ ગુજરાત ગેસ દ્વારા લાઈન બંધ કરવામાં આવી હતી જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી. જોકે મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટરો દ્વારા વારંવાર આ રીતે બેદરકારીપૂર્વક ખોદકામ કરવામાં આવતું હોય છે, જેને લઇને વારંવાર ગેસ લાઈન લીકેજ થવાની સમસ્યાઓ સર્જાય છે અને મોટી દુર્ઘટના સર્જાવાની દહેશત રહે છે.

આ સમાચાર શેર કરો