મુખ્ય સામગ્રી પર જાઓ

VIDEO: અંકલેશ્વર-સુરત સ્ટેટ હાઈવે જળબંબાકાર, ધસમસતા પાણીના પ્રવાહમાંથી લોકો પસાર થવા મજબૂર

ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે હાઈવે અને માર્ગો પર વરસાદી પાણી ભરાવવાની

ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે હાઈવે અને માર્ગો પર વરસાદી પાણી ભરાવવાની સમસ્યા સર્જાઈ છે. તો બીજી તરફ ભારે વરસાદને કારણે ભરૂચના અંકલેશ્વર-સુરતને જોડતા સ્ટેટ હાઇવે પર વરસાદી પાણી ફરી વળ્યા હતા. સ્ટેટ હાઈવે પર પાણી ભરાતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો. કડકિયા કોલેજ નજીક માર્ગ પર પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે ધસમસતા પાણીના પ્રવાહમાંથી લોકો જીવના જોખમે પસાર થતા મજબૂર બન્યા છે. 

આ સમાચાર શેર કરો