VIDEO: છોટાઉદેપુરમાં બ્રિજના અધૂરા કામોના લીધે લોકોને હાલાકી, કોંગ્રેસે શરુ કર્યું ‘સહી અભિયાન’
છોટાઉદેપુર જિલ્લામાં અતિભારે વરસાદને લઇ નદી નાળાને ભારે નુકશાન થ
છોટાઉદેપુર જિલ્લામાં અતિભારે વરસાદને લઇ નદી નાળાને ભારે નુકશાન થયું છે. લોકોને અવર જવર કરવા માટે હાલકી પડી રહી છે. વિકાસના કામો પણ અધૂરા હોઈ તેને લઇ લોકોને પડી રહી છે હાલાકીના મુદ્દા સાથે કોંગ્રેસના કાર્યકરોએ સહી ઝુંબેશનો કાર્યક્રમ કરી લોકોમાં જાગૃતતા લાવી અને લોકોની સમસ્યા દૂર થાય અને સરકારનું ધ્યાન દોરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
રાજ્યમાં પડેલા ભારે વરસાદને લઇ ભારે નુકશાની વેઠવાનો વારો લોકોને આવ્યો છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લો પણ બાકાત નથી રહ્યો. ભારે વરસાદને લઇ નદી પર નાળાનું અને બ્રીજોનું ભારે નુકશાન થયું છે. છોટાઉદેપુર જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઇવે નંબર 56 કે જે પાવીજેતપુર તાલુકામાંથી પસાર થઈ રહ્યો છે. આ જ માર્ગ ઉપર ભારજ નદી ઉપરનો બ્રિજ ગયા વર્ષે નદીમાં પુર આવવવાથી બે પાયા બેસી ગયા હતા. જે બ્રિજ ભારજ્ નદીમાં ભારે પાણી આવવવાંથી બે ભાગમાં વહેચાઈ ગયો. જેથી હવે આ બ્રિજ પરથી રાહદારી ઓ માટે અવર જવર કરવા માટે બંધ કરવામાં આવ્યો છે. માર્ગ બંધ થતા હવે લોકો ને 30 કિમીનો ફેરો લગાવવાનો વારો આવ્યો છે.
ગયા વર્ષે બ્રિજના બે પાયા બેસી જતા ગયા વર્ષે તંત્ર તરફથી ડાયવર્જન 2.39 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો પણ ફક્ત ચાર માસમાં વરસાદી પાણીમાં ડાયવર્જન પાણીમાં વહી ગયું. સરકારના કરોડો રૂપિયા પાણીમાં વહી ગયા.
વિકાસલક્ષી કેટલીક સેવાનો પણ અભાવ વિધાનસભાના પૂર્વ વિપક્ષ નેતા સુખરામ રાઠવા, આદિવાસી અગ્રણી પ્રો.અર્જૂન રાઠવા સરકાર પર આક્ષેપો લગાવી રહ્યા છે. આદિજાતિ વિભાગની શાળામાં અભ્યાસ કરતા બાળકોને યોગ્ય અને પોષણસમ આહાર આપવામાં આવ્યો નથી. બાળકોને સાયકલો આપવાની યોજનાથી બાળકો વંચિત રહ્યા છે અને તે સાયકલો કાટ ખાઈ રહી છે. તેવા અનેક મુદ્દાને લઇ સરકારમાં કાન ખોલવા માટે આજ રોજ સહી અભ્યાન કોંગ્રેસ તરફથી ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં રાહદારીઓ પૂરી સંમતિ આપી રહ્યા છે.






