Patan news: હારીજ વીજ બિલ મામલે ડેપ્યુટી એન્જીનીયરની અચાનક બદલી, અધિકારીઓએ ગરીબ પરિવારની વાત પણ ન સાંભળી
ગુજરાતના પાટણના હારીજ તાલુકાના નવામાકા ગામે રહેતા ઠાકોર વનાસી મફાજીના કેસમાં તેમને બે દા
ગુજરાતના પાટણના હારીજ તાલુકાના નવામાકા ગામે રહેતા ઠાકોર વનાસી મફાજીના કેસમાં તેમને બે દાયકાથી વીજળીનો ઉપયોગ ન કરવા છતાં બિલ ભરવાની ફરજ પાડવામાં આવી રહી છે, આ મામલે મોટો વળાંક આવ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે હારીજ વીજ ઓફિસ ના ડેપ્યુટી એન્જીનીયર પટેલની અચાનક બદલી કરી નાખવામાં આવી છે. ગરીબ પરિવારે 16 હજાર રૂપિયા જે વીજ કનેક્શન વગર ભર્યા છે તે પરત કઈ રીતે મળશે તે અંગે પરિવાર સતત ચિંતામાં છે. વીજ કંપનીના અધિકારીઓએ સમગ્ર મામલે હાથ અધ્ધર કરી દીધા છે.
પરિવારે 16 હજાર રૂપિયા ભર્યા
ઠાકોર વનાસી મફાજીએ બીપીએલ કાર્ડ હેઠળ વીજ કનેક્શન માટે અરજી કરી હતી, પરંતુ હેલ્પરની ભૂલને કારણે મીટર બીજે લગાવાયું, જ્યારે તેમના નામે ગ્રાહક તરીકે નોંધણી થઈ. આ ભૂલને કારણે તેમને વીજળી વિના બિલો ભરવાની ફરજ પડી. અભણ અને ગરીબ હોવાને કારણે તેઓ આ ગેરરીતિ સામે અસરકારક રીતે રજૂઆત કરી શક્યા નથી.
છેલ્લા પાંચ વર્ષથી વીજ બીલ ભરવા દબાણ
વીજ કનેક્શન નહીં હોવા છતાં છેલ્લા પાંચ વર્ષથી વીજ બીલ ભરવા દબાણ કરતાં આખો મામલો જ્યારે GSTV સામે આવ્યો ત્યારે એની તલસ્પર્શી તપાસમાં આ અધિકારીઓની બે જવાબદારી બહાર આવી છે






