Surat: વિદ્યાર્થીનું લિવિંગ સર્ટિફિકેટ ન આપતા વાલીએ સ્કૂલના કોમ્પ્યુટરની કરી તોડફોડ, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલી સનરાઈઝ વિદ્યાલયમાં વિદ્યાર્થીનું લિવિંગ સર્

સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલી સનરાઈઝ વિદ્યાલયમાં વિદ્યાર્થીનું લિવિંગ સર્ટિફિકેટ (LC) ન આપતાં વાલીએ ભારે હોબાળો મચાવ્યો હતો. આવેશમાં આવેલા વાલીએ સ્કૂલના કોમ્પ્યુટરની તોડફોડ કરી હતી, જેને પગલે સમગ્ર મામલો ડીંડોલી પોલીસ મથકે પહોંચ્યો છે.

મળતી માહિતી અનુસાર, સનરાઈઝ વિદ્યાલયમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીના પિતા નીતિન નરેન્દ્રકુમારએ સ્કૂલ સંચાલકો પાસે તેમના પુત્રનું એલસી (LC) માગ્યું હતું. LC આપવાનો ઈનકાર કરતા નીતિન નરેન્દ્રકુમારે સ્કૂલના કોમ્પ્યુટરની તોડફોડ કરી હતી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે

આ સમાચાર શેર કરો

જાહેરાત