VIDEO: ઉપલેટા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં 8 ઈંચથી વધુ વરસાદ,નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી
રાજકોટના ઉપલેટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે

રાજકોટના ઉપલેટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. ધોરાજીના પાટણવાવ, સુપેડી, થોડા ભોલગામડા, લાઠ, ભીમોરા,મજેઠી, સમઢીયાળા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પાંચથી 9 ઈંચ વરસાદ ખાબક્યો છે.
લાઠ ભીમોરા મજેઠીનો કોઝવે ભારે વરસાદને કારણે પાણીમાં ગરકાવ
ઉપલેટાના લાઠ ભીમોરા મજેઠીનો કોઝવે ભારે વરસાદને કારણે પાણીમાં ગરકાવ થયો છે, તે માટે ગ્રામ્ય વિસ્તારનો રસ્તો બંધ થયો છે. ઉપલેટાના માર્ગ પર વરસાદી પાણી ફરી વળ્યા હતા. શહેરના ઝીકરીયા ચોક, નટવર રોડ, કટલેરી બજારની દુકાનોમાં પાણી ઘૂસ્યા હતા. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાની સમસ્યા સર્જાઈ હતી.
નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
શહેર રસ્તા પર ઘુંટણ અને કેડસમા પાણી ભરાયા હતા. શહેરની ટીજે હાઈસ્કૂલની ઈમારતમાં પણ પાણી ભરાયા હતા. વહેલી સવારથી ભારે વરસાદને કારણે વાહનચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
ઉપલેટા તાલુકાના લાઠ ગામમાં ઉપલેટાના લાઠ ગામમાં 12 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. 12 ઇંચ વરસાદ વરસતા લાઠ ગામ પાણીમાં ગરકાવ થયું હતું. ગામના રસ્તાઓ પાણીમાં ડૂબ્યા હતા.






