મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ભાદરવી પૂનમના મહામેળાના પ્રથમ ૪ લાખ ૩૭ હજારથી વધુ માઈભક્તોએ દર્શન કર્યાં

અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાના પ્રથમ દિવસે જ માં અંબેના ધામમાં ભક્તિનો અદ્ભુત મ

તસવીર: gstv

અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાના પ્રથમ દિવસે જ માં અંબેના ધામમાં ભક્તિનો અદ્ભુત માહોલ જોવા મળ્યો, જ્યાં ૪ લાખ ૩૭ હજારથી વધુ માઈભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. પ્રથમ દિવસે ૧૧ હજારથી વધુ શ્રદ્ધાળુઓએ રોપ-વે અને ૧૨ હજારથી વધુ મુસાફરોએ એસ.ટી. બસની ૩૧૫ ટ્રીપ દ્વારા યાત્રા કરી હતી. મંદિરે ૪૦૩ ધજારોહણ થઈ હતી, જ્યારે ૬૬ હજારથી વધુ લોકોએ ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો હતો. ભંડાર કાઉન્ટર પર ૩૨.૮૯ લાખથી વધુની આવક નોંધાઈ છે. સાથે જ ૪ લાખથી વધુ મોહનથાળ પ્રસાદના પેકેટનું વિતરણ કરાયું હતું.

આ સમાચાર શેર કરો