મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અંબાજી ભાદરવી પૂનમના મહામેળા માટે મહેસાણા એસ.ટી. ડિવિઝને ૨૧૦ એક્સ્ટ્રા બસો દોડાવી

પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે રવિવાર ૨૦ સપ્ટેમ્બરથી ભાદરવી પૂનમના સાત દિવસી

તસવીર: gstv

પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે રવિવાર ૨૦ સપ્ટેમ્બરથી ભાદરવી પૂનમના સાત દિવસીય મહામેળાનો શ્રદ્ધા અને આસ્થા સાથે પ્રારંભ થયો છે. દેશભરમાંથી આવતા લાખો માઈભક્તોના પ્રવાહને પગલે મહેસાણાના માર્ગો 'જય અંબે'ના નાદથી ગુંજી ઉઠ્યા છે. ભક્તોની સુવિધા માટે મહેસાણા એસ.ટી. ડિવિઝન દ્વારા ૨૬ સપ્ટેમ્બર સુધી ૨૧૦ વધારાની બસો ફાળવીને કુલ ૬૬૯ ટ્રીપો દોડાવવાનું વ્યાપક આયોજન કરાયું છે, જેનાથી રૂ. ૩.૨૩ કરોડની આવક મેળવવાનો લક્ષ્યાંક છે. ગત વર્ષે ૨૦૨૫માં ૧૭૦ એક્સ્ટ્રા બસો દ્વારા રૂ. ૨.૪૯ કરોડની આવક થઈ હતી. આ વર્ષે યાત્રાળુઓની વધતી સંખ્યા ધ્યાને લઈ બસો અને ટ્રીપોમાં મોટો વધારો કરવામાં આવ્યો છે.

આ સમાચાર શેર કરો