મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અંબાજી ભાદરવી પૂનમ મેળાને લઈને પોલીસ સજ્જ: ૬,૦૦૦ જવાનો તૈનાત, કંટ્રોલ રૂમનો પ્રારંભ

અંબાજીમાં આગામી ભાદરવી પૂનમના મેળાને ધ્યાનમાં રાખીને સુરક

તસવીર: gstv

અંબાજીમાં આગામી ભાદરવી પૂનમના મેળાને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. બનાસકાંઠા એસપી પ્રશાંત સુમ્બેએ પોલીસ કંટ્રોલ રૂમમાં પૂજા કરી તેનો શુભારંભ કર્યો હતો. મેળો ૨૬ સપ્ટેમ્બર સુધી ચાલશે….લાખો ભક્તોની સલામતી માટે મેળાને ૧૦ સેક્ટરમાં વહેંચવામાં આવ્યો છે. આ સુરક્ષા વ્યવસ્થામાં ૨ એસપી, ૨૫ ડીવાયએસપી, ૧૭ પીઆઈ, ૧૨૦ પીએસઆઈ સહિત કુલ ૬ હજાર પોલીસ કર્મચારીઓ, હોમગાર્ડ અને જીઆરડીના જવાનો ૨૪ કલાક તૈનાત રહેશે. ૬૦૦થી વધુ સીસીટીવી કેમેરા અને હાઇટેક ટેકનોલોજી દ્વારા સમગ્ર મેળા પર ચાંપતી નજર રાખવામાં આવશે.

આ સમાચાર શેર કરો