મુખ્ય સામગ્રી પર જાઓ

VIDEO: દ્વારાકામાં બેકાબૂ કાર કાચ તોડી રેસ્ટોરેન્ટની અંદર ઘૂસી ગઈ

ગુજરાતના દ્વારકામાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં એક બેકાબૂ કાર રેસ્ટોરેન્ટમાં ઘૂસી ગઈ

ગુજરાતના દ્વારકામાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં એક બેકાબૂ કાર રેસ્ટોરેન્ટમાં ઘૂસી ગઈ હતી. મળતા અહેવાલ પ્રમાણે  દ્વારકાના ભદ્રકાલી ચોક ખાતે રબારી ગેટ હાઇવે પરથી પૂરપાટ ઝડપે આવતી એક કારના ડ્રાઇવરે કાબૂ ગુમાવતાં કાર બાંસુરી ગ્રીન રેસ્ટોરન્ટના કાચ તોડીને અંદર ઘૂસી ગઈ હતી. આ ઘટનામાં સદ્દભાગ્યે કોઈ મોટી જાનહાનિ થઈ નથી, પરંતુ રેસ્ટોરન્ટના માલિકને નોંધપાત્ર નુકસાન થયું છે. ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવામાં આવી છે અને તપાસ હાથ ધરવામાં આવી છે. 

આ સમાચાર શેર કરો