VIDEO: વલસાડમાં ઓરંગા નદીએ પોતાની જળસપાટી વટાવી, નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા
વલસાડમાં ઓરંગા નદીએ પોતાની જળસપાટી વટાવતા તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. વલસાડી ઔર
વલસાડમાં ઓરંગા નદીએ પોતાની જળસપાટી વટાવતા તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. વલસાડી ઔરંગા નદીએ ભયજનક સપાટી વટાવતા વહીવટી તંત્ર એલર્ટ થઇ ગયું છે.
વલસાડ જિલ્લાના અંતરિયાળ એવા ઉપરવાસમાં ભારે વરસાદને કારણે જિલ્લાની નદીઓ બે કાંઠે વહેવા માંડી છે. ઓરંગા નદીમાં ઘોડાપૂર જેવી સ્થિતિ જોવા મળતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે.
વલસાડના વાપીમાં સૌથી વધુ 7 ઇંચ વરસાદ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 172 તાલુકામાં વરસાદ નોંધાયો છે. વલસાડના વાપીમાં સૌથી વધુ 7 ઇંચ વરસાદ પડ્યો હતો. કપરાડામાં 6.3 ઇંચ, પારડીમાં 4.6 ઇંચ અને ધરમપુરમાં 4 ઇંચ વરસાદ નોંધાયો હતો.






