Video: સુરતમાં લગ્ન પ્રસંગમાં UP-બિહારની જેમ ફાયરિંગ કરનાર ભેરવાયો, જાહેરમાં કઢાયો વરઘોડો
સુરતના ડીંડોલી પ્રમુખ સર્કલ પાસે આવેલ સાંઈ શક્તિ સોસાયટીમાં ગત રાત્રે લગ્ન પ્રસંગે કેક

સુરતના ડીંડોલી પ્રમુખ સર્કલ પાસે આવેલ સાંઈ શક્તિ સોસાયટીમાં ગત રાત્રે લગ્ન પ્રસંગે કેક શોપના માલિકે હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ડેનીશ કેક શોપના નામે કેકની દુકાન ધરાવતા ઉમેશ તિવારીએ પોતાની લાઇસન્સ વાળી રિવોલ્વરમાંથી હવામાં ફાયરિંગ કરતા ત્યાં હાજર સંતોષ બધેલ અને અન્ય એક યુવાન વિરેન્દ્ર વિશ્વકર્માને ડાબા પગમાં ઇજા થતાં બંનેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે આરોપીને ઝડપી લઈને વરઘોડો કાઢ્યો હતો. પોલીસ દ્વારા આરોપીને ઘટના સ્થળ પર લાવી તપાસ શરુ કરવામાં આવી રહી છે. આરોપી ઉમેશ તિવારીને ઘટના સ્થળ પર લાવી પંચનામું કરવામાં આવ્યું છે. બોમ્બ સ્કોડની ટિમ પણ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ Video: સુરતમાં UP-બિહારવાળી! લગ્ન પ્રસંગમાં 3 રાઉન્ડ ફાયરિંગની ઘટનામાં 2ને વાગી ગોળી




