VIDEO:'ગુજરાતનો આત્મા જાગવો જોઈએ', કહી પોતાને પટ્ટા મારવા મામલે ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું?
અમરેલી લેટરકાંડ મામલે પાટીદાર યુવતીને ન્યાય ન અપાવી શકવાનું દુઃખ વ્યક્ત કરતા ગોપાલ ઇટાલિયાએ જાહેર મંચ પરથી જ પોતાની જાતને પટ્ટા
અમરેલી લેટરકાંડ મામલે પાટીદાર યુવતીને ન્યાય ન અપાવી શકવાનું દુઃખ વ્યક્ત કરતા ગોપાલ ઇટાલિયાએ જાહેર મંચ પરથી જ પોતાની જાતને પટ્ટા માર્યા હતા. આ મામલે તેમની સાથે વાતચીત કરવા અમારી ટીમ પહોંચી ત્યારે જુઓ તેમણે શું કહ્યું. મહત્ત્વનું છે કે, અમરેલી લેટરકાંડની પીડિતા સાથે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી અને પ્રતાપ દૂધાતે ઘરે જઇને મુલાકાત કરી હતી. આ દરમિયાન પીડિતાએ 3 દિવસ દરમિયાન પોલીસે તેની સાથે શું કર્યું તેની આપવીતી જણાવી હતી. ત્યારે પીડિત દીકરીએ કહ્યું હતું કે, પોલીસે તેને ડરાવી હતી અને પગમાં પટ્ટા માર્યા હતા. આ નિવેદન બાદ આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ એક કાર્યક્રમમાં જાતે જ પોતાને પટ્ટા મારીને ગુજરાતનો આત્મા જગાડવાનો પ્રયાસ કર્યો હતો.




