મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: લેટરકાંડ મામલે નારણ કાછડિયાએ ઉઠાવ્યા ગંભીર સવાલ; કહ્યું-'પોલીસે કોના ઈશારે...., તપાસ થવી જ જોઈએ'

અમરેલી: લેટરકાંડ મામલે દિવસે-દિવસે રાજકારણ ગરમાઈ રહ્યું છે. અમરેલી પોલીસે જે રીતે નિર્દોષ યુ

VIDEO: લેટરકાંડ મામલે નારણ કાછડિયાએ ઉઠાવ્યા ગંભીર સવાલ; કહ્યું-'પોલીસે કોના ઈશારે...., તપાસ થવી જ જોઈએ'

અમરેલી: લેટરકાંડ મામલે દિવસે-દિવસે રાજકારણ ગરમાઈ રહ્યું છે. અમરેલી પોલીસે જે રીતે નિર્દોષ યુવતી પર અત્યાચાર ગુજાર્યો એના મોટા પડઘા પડ્યા છે. લેટરકાંડ મામલે કોંગ્રેસ બાદ આપ અને હવે તો ખુદ ભાજપના જ પૂર્વ સાંસદ નારણ કાછડીયા મેદાનમાં આવ્યા છે. પૂર્વ સાંસદ નારણ કાછડીયાએ જાતે વીડિયો બનાવી આ મામલે પ્રતિક્રિયા જાહેર કરી છે. અમરેલી ભાજપના જ નેતા નારણ કાછડીયાએ પોલીસ ઉપર ગંભીર આક્ષેપો કર્યા છે. જેમાં તેઓ જણાવી રહ્યા છે કે, આવી ઘટના બને ત્યારે શરમથી માથું ઝૂકી જાય છે. અમરેલી પોલીસે જે કર્યું છે તે માટે મારી પાસે વખોડવા માટે કોઈ શબ્દો નથી. નિર્દોષ દીકરીને પટ્ટા માર્યા અને અમરેલીની બજારમાં સરઘસ કાઢવું, કોઈને સારા થવા માટે અમરેલી પોલીસે કૃત્ય કર્યું છે તે દેખાય છે. આવું કરવા પાછળ કોનો ઈશારો અને શા માટે કર્યું છે? આ ખરેખર લેટર ક્યાંથી આવ્યો કોની સહી છે, ખરેખર સાચા થાય તો કલાકમાં આખી વાત બહાર આવી જાય.

આ પણ વાંચોઃ અમરેલી 'લેટરકાંડ'/ કાર્યવાહીથી લઈ ડેમેજ કંટ્રોલ સુધી, યુવતીના બંધારણીય અધિકારોના હનનનો હિસાબ કોણ આપશે?

 

આ સમાચાર શેર કરો