VIDEO: ગુરુપૂર્ણિમાએ શામળાજી મંદિરમાં ભક્તિસભર માહોલ, મંગળા આરતીમાં ઉમટ્યા હજારો શ્રદ્ધાળુઓ
ગુરુપૂર્ણિમાના પાવન અવસરે અરવલ્લી જિલ્લાના પ્રસિદ્

ગુરુપૂર્ણિમાના પાવન અવસરે અરવલ્લી જિલ્લાના પ્રસિદ્ધ શામળાજી મંદિરમાં ભક્તિ અને આસ્થાનો અનોખો માહોલ જોવા મળ્યો. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાન શામળિયાના દર્શન માટે મંદિર પરિસરમાં ઉમટી પડ્યા હતા. ભક્તોએ મંગળા આરતીના દિવ્ય દર્શન કરી ધન્યતા અનુભવી અને ભગવાનના આશીર્વાદ મેળવ્યા. મંગળા આરતી બાદ મંદિર ખાતે વિશેષ શણગાર આરતીનું આયોજન કરવામાં આવશે, જેમાં પણ મોટી સંખ્યામાં ભક્તો જોડાશે. ગુરુપૂર્ણિમાના પવિત્ર દિવસે શામળિયાના ધામમાં ભક્તિ, શ્રદ્ધા અને આધ્યાત્મિકતાનો અદભૂત સંગમ જોવા મળી રહ્યો છે




