મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં દત્તાશ્રય આશ્રમમાં ગુરુપૂર્ણિમાએ વિશેષ આયોજન, પાદુકા પૂજન, મંત્ર દીક્ષા, ગુરૂપૂજન સાથે ભંડારાનું આયોજન

ગુરુકૃપાનું ઋણ તો કયારેય ચૂકવી શકાય નહીં પરંતુ ગુરુ પ્રત્યે અહોભાવ પ્રગટ કરવા દર વર્ષે અષાઢી પ

સુરતમાં દત્તાશ્રય આશ્રમમાં ગુરુપૂર્ણિમાએ વિશેષ આયોજન, પાદુકા પૂજન, મંત્ર દીક્ષા, ગુરૂપૂજન સાથે ભંડારાનું આયોજન

ગુરુકૃપાનું ઋણ તો કયારેય ચૂકવી શકાય નહીં પરંતુ ગુરુ પ્રત્યે અહોભાવ પ્રગટ કરવા દર વર્ષે અષાઢી પૂનમની ગુરુપૂર્ણિમા તરીકે ઉજવણી કરવામાં આવે છે. સુરત સહિત રાજ્યભરમાં આ પર્વની અલગ અલગ પ્રકારે ઉજવણી થશે ત્યારે સુરતના છેવાડે આવેલા દત્તાશ્રયમા પણ આ અવસરે વિશેષ આયોજન કરાયું છે. 

વિશેષ ઉજવણી

સુરત જિલ્લાના છેવાડે ખરચ ગામે આવેલા દત્તાશ્રય આશ્રમના આચાર્ય ભાવિનભાઈ પંડ્યા અને મનનભાઈ પંડ્યાના જણાવ્યા અનુસાર ગુરુપૂર્ણિમા એ ગુરુ પૂજનનો સુંદર અવસર છે. આજના શુભ દિવસે ગુરુનું પૂજન શુભ ફળ પ્રદાન કરનારું હોય છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની કક્ષાએ બિરાજતા ગુરુના પૂજન માટે દર વર્ષની માફક આ વર્ષે પણ દત્તાશ્રય આશ્રમમાં ગુરુપૂર્ણિમાની ઉજવણીનો સુંદર ઉપક્રમ રાખવામાં આવ્યો છે. 

દિવસભર યોજાશે કાર્યક્રમ

જે અંતર્ગત સવારે 9 વાગ્યે પાદુકા પૂજન, બપોરે 12 વાગ્યે મહાપ્રસાદી, સાંજે 4 વાગ્યે મંત્ર દીક્ષા જેમાં 100 થી વધુ ભક્તો મંત્ર દીક્ષા લેશે. સાંજે 5 વાગ્યે પ્રસંગોપાત પ્રવચન, સાંજે 6 વાગ્યે ગુરૂપૂજન અને 7 વાગ્યે સંધ્યા આરતી થશે. દત્તાશ્રય આશ્રમમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી માટે હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. હજારોની સંખ્યામાં ભકતજનો ગુરુ પૂર્ણિમા મહોત્સવના સાક્ષી બનશે.

આ સમાચાર શેર કરો