મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અરવલ્લીના ભિલોડા અને શામળાજી પંથકમાં ધોધમાર વરસાદ

અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ વરસતા જનજીવન પર અસર જોવા મળી હતી. વહ

તસવીર: gstv

અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ વરસતા જનજીવન પર અસર જોવા મળી હતી. વહેલી પરોઢે માત્ર બે કલાકમાં અંદાજે ત્રણ ઇંચ વરસાદ નોંધાતા અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ભારે પવન અને કડાકા-ભડાકા સાથે વરસેલા વરસાદને કારણે ભિલોડાની ઇન્દ્રાશી નદીમાં નવા નીરની આવક થઈ હતી. બીજી તરફ શામળાજી પંથકમાં પણ રાત્રિ દરમિયાન અંદાજે બે ઇંચ વરસાદ નોંધાયો હતો. જિલ્લામાં અન્ય તાલુકાઓમાં પણ સરેરાશ એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાનું જાણવા મળ્યું છે. સતત વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે, જ્યારે તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારો પર નજર રાખવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો