VIDEO: અરવલ્લીના અનેક વિસ્તારોમાં હળવો વરસાદ, ગરમી અને બફારાથી લોકોને આંશિક રાહત
સોર્સ : gstv
અરવલ્લી જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે. મોડાસા, શામળાજી સહિત જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વહેલી સવારથી હળવા વરસાદી ઝાપટાં વરસ્યા છે. આકાશમાં વાદળછાયું વાતાવરણ સર્જાતા ગરમી અને બફારાથી લોકોને આંશિક રાહત મળી છે. હવામાન વિભાગે કરેલી વરસાદની આગાહીની અસર જિલ્લામાં જોવા મળી રહી છે. ખાસ કરીને વાંસેરાકંપા પંથકમાં વહેલી સવારે વાતાવરણ બદલાતા હળવું ઝાપટું વરસ્યું હતું.

