VIDEO: અરવલ્લીના મોડાસામાં તંત્રનું મોટું ડિમોલેશન ઓપરેશન, દબાણો થયા દૂર
સોર્સ : GSTV
અરવલ્લી જિલ્લાના મોડાસામાં આજે તંત્ર દ્વારા કોલેજ છાપરા વિસ્તારમાં સઘન ડિમોલેશન કામગીરી હાથ ધરવામાં આવી હતી. મોડાસા નગરપાલિકા, પ્રાંત અધિકારી અને માર્ગ-મકાન વિભાગની ટીમે બે જેસીબીની મદદથી અહીં આવેલા ૨૪ જેટલા કાચા-પાકા મકાનોના દબાણો દૂર કર્યા હતા. સ્થાનિક લોકોએ આ કામગીરીનો ભારે વિરોધ કર્યો હતો, પરંતુ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તંત્રે દબાણ હટાવવાની કામગીરી પૂર્ણ કરી હતી. પોલીસની ૧૦ ગાડીઓ સાથેનો કાફલો ઘટનાસ્થAAળે તૈનાત રાખીને કોઈપણ અનિચ્છનીય બનાવ વિના ડિમોલેશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું.

