VIDEO: ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડ ચૂંટણીમાં જૂના જોગીઓ રિપીટ
આગામી ૧૦ ઓગસ્ટે યોજાનાર ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડની ચૂંટણી માટે આજે ૨૯ જુલાઈએ ઉમેદવારી ફોર્મ ભર

આગામી ૧૦ ઓગસ્ટે યોજાનાર ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડની ચૂંટણી માટે આજે ૨૯ જુલાઈએ ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હતી. આ ચૂંટણીમાં સહકારી ક્ષેત્રે ભાજપની 'નો રિપીટ' થિયરી કામમાં આવી નથી અને અનેક જૂના જોગીઓ તેમજ ત્રણ પૂર્વ ચેરમેનોને રિપીટ કરવામાં આવ્યા છે.સુરેન્દ્રનગર જિલ્લા ભાજપા મહામંત્રી નરેશ પટેલ દ્વારા ભાજપા પ્રેરિત ખેડૂત પેનલના ૧૦ અને વેપારી પેનલના ૪ ઉમેદવારોના મેન્ડેટ યાર્ડના રજીસ્ટારને સોંપવામાં આવ્યા હતા. યાર્ડની કુલ ૧૪ બેઠકો માટે યોજાનારી આ ચૂંટણીમાં અનેક ફોર્મ ભરાવાની શક્યતા છે, જેના કારણે આગામી દિવસોમાં રાજકારણ ગરમાવવાની સાથે નવા-જૂની થવાના પૂરા એંધાણ વર્તાઈ રહ્યા છે.




