મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO:ધ્રાંગધ્રાના જડેશ્વર મહાદેવ મંદિરે વટસાવિત્રી પૂર્ણિમાની ભવ્ય ઉજવણી

આજ રોજ જેઠ સુદ પૂર્ણિમાના પવિત્ર દિવસે ધ્રાંગધ્રાના અતિ પૌરાણિક જડ

આજ રોજ જેઠ સુદ પૂર્ણિમાના પવિત્ર દિવસે ધ્રાંગધ્રાના અતિ પૌરાણિક જડેશ્વર મહાદેવ મંદિર ખાતે વટસાવિત્રી વ્રતની ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે મોટી સંખ્યામાં પરિણીત બહેનોએ એકત્રિત થઈને વડના વૃક્ષની પૂજા-અર્ચના કરી હતી. મહિલાઓએ વડની પ્રદક્ષિણા કરી તેના પર સૂતરનો દોરો બાંધ્યો હતો અને પોતાના પતિના દીર્ઘાયુ તથા સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. પ્રાચીન કાળથી આ પવિત્ર દિવસે ઉપવાસ રાખી પૂજા કરવાનો વિશેષ મહિમા છે, જે પરંપરા આજે પણ શ્રદ્ધાપૂર્વક જળવાઈ રહી છે. આ ધાર્મિક મહોત્સવમાં મંદિરના મહારાજ જયદીપ શુક્લ તેમજ શ્રદ્ધાળુ બહેનો વિશ્વાબેન આચાર્ય અને કલ્પનાબેને વ્રતનું મહત્વ સમજાવી ધન્યતા અનુભવી હતી.

આ સમાચાર શેર કરો