VIDEO: સુરેન્દ્રનગરઃ ધ્રાંગધ્રાના હરીપરમાં નવી જીઆઈડીસી સામે ગ્રામજનોનો ઉગ્ર વિરોધ
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના હરીપર ગામે આકાર લઈ રહેલી

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના હરીપર ગામે આકાર લઈ રહેલી નવી GIDC સામે સ્થાનિક ગ્રામજનો અને ખેડૂતોએ એકજૂથ થઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે. ગામના સરપંચની આગેવાની હેઠળ એક પ્રતિનિધિ મંડળે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને આ કામગીરી તાત્કાલિક અટકાવવાની માંગ કરી છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે જીઆઈડીસી ગામની બિલકુલ નજીક બનતી હોવાથી ભવિષ્યમાં ભારે પ્રદૂષણ ફેલાશે અને ગૌચરની જમીન છીનવાઈ જતાં અબોલ પશુઓ માટે મોટું સંકટ ઊભું થશે. આ ઉપરાંત, હાલ ચાલી રહેલી ફેન્સિંગની કામગીરીને કારણે ખેડૂતોના વાડી અને ખેતરે જવાના વર્ષો જૂના રસ્તાઓ બંધ થઈ જતાં સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગ્રામજનોએ વહીવટી તંત્રને ખુલ્લી ચીમકી આપી છે કે જો તેમની વાજબી માંગણીઓ સંતોષવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં ગાંધી ચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન છેડવામાં આવશે.




