VIDEO : ધ્રાંગધ્રાના ભરાડા ગામે ગેરકાયદે પથ્થર ખનન પર LCBનો દરોડો
સુરેન્દ્રનગર જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ની ટીમે ગેરકાયદેસર ખનન માફિયાઓ સામે

સુરેન્દ્રનગર જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ની ટીમે ગેરકાયદેસર ખનન માફિયાઓ સામે એક મોટી કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ રેન્જ આઈજી અને સુરેન્દ્રનગર એસપીના માર્ગદર્શન હેઠળ પેટ્રોલીંગ કરી રહેલી એલસીબીની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે ધ્રાંગધ્રા તાલુકાના ભરાડા ગામે સબ સ્ટેશન પાછળ ચાલી રહેલા ગેરકાયદે પથ્થરના ખનન પર ઓચિંતો દરોડો પાડવામાં આવ્યો હતો. આ રેડ દરમિયાન ખાણ અને ખનીજ વિભાગની ટીમને પણ તાત્કાલિક સ્થળ પર બોલાવી સંયુક્ત તપાસ હાથ ધરાઈ હતી, જેમાં ગેરકાયદે ખનન માટે ઉપયોગમાં લેવાતું અંદાજે ૩૦ લાખ રૂપિયાની કિંમતનું એક જેસીબી મશીન જપ્ત કરવામાં આવ્યું છે. આ કાળા કારોબારમાં ભરાડા ગામના લાલાભાઈ રણછોડભાઈ ભરવાડનું નામ સામે આવ્યું છે અને તંત્ર દ્વારા આ મામલે કાયદેસરની વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.




