મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ખોખરાની સેવન્થ ડે સ્કૂલમાં પોલીસ બંદોબસ્ત અને DEOની હાજરીમાં ઓફલાઈન શિક્ષણ શરૂ

અમદાવાદના ખોખરામાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં આજથી શિ

અમદાવાદના ખોખરામાં આવેલી  સેવન્થ ડે સ્કૂલમાં આજથી શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. DEOએ આપેલા આદેશોનું પાલન કરવામાં આવ્યું છે. બાળકોની સુરક્ષા માચે મેટલ ડિરેક્ટર અને એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રાયોગિક ધોરણે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે શાળા શરુ કરવામાં આવી છે.

શાળામાં મેટલ ડિટેકટર, સિક્યુરિટી, CCTV અને એમ્બયુલન્સની સુવિધા

ઉલ્લેખનીય છે કે  શાળામાં મેટલ ડિટેકટર, સિક્યુરિટી, CCTV અને એમ્બયુલન્સની સુવિધા ઉભી કરવામાં આવી છે. તો બીજી તરફ પોલીસ અને  DEO ની હાજરીમાં શાળા શરૂ કરવામાં આવી છે. એક્સ આર્મી જવાનોને શાળામાં સિક્યુરીટી તરીકે રાખવામાં આવ્યા છે. 

19 ઑગસ્ટના રોજ વિદ્યાર્થીની થઈ હતી હત્યા

અમદાવાદમાં ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે શાળામાં 19 ઑગસ્ટના રોજ એક વિદ્યાર્થી દ્વારા બીજા વિદ્યાર્થીને કથિત રીતે ધારદાર હથિયારથી ઘા મારીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. આ ઘટના બાદ લોકોનો ગુસ્સો ફૂટી નીકળ્યો હતો, અને સ્કૂલમાં તોડફોડ કરી હતી.  

આ સમાચાર શેર કરો