મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad news: ગેરકાયદે બાંધકામ અને લીઝ મામલે સેવન્થ ડે સ્કૂલને વધુ એક નોટિસ

અમદાવાદનાં ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ AMC એ શ

Ahmedabad news: ગેરકાયદે બાંધકામ અને લીઝ મામલે  સેવન્થ ડે સ્કૂલને વધુ એક નોટિસ

અમદાવાદનાં ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ AMC એ શાળાને બીજી નોટિસ ફટકારી છે. સ્કૂલમાં થયેલા ગેરકાયદે બાંધકામ અને લીઝ મામલે AMC એ નોટિસ પાઠવી છે.

સેવન્થ ડે સ્કૂલનું મેનેજમેન્ટ તંત્રને ગાંઠતું નથી 

અમદાવાદની સેવન્થ ડે શાળામાં વિદ્યાર્થીની હત્યાના પડઘા રાજ્ય સહિત સમગ્ર દેશમાં પડ્યાં હતા. આ અંગે AMC તંત્ર પણ શાળા સામે કાયદેસરની કાર્યવાહી કરી રહ્યું છે. સેવન્થ ડે સ્કૂલને બીજી નોટિસ ફટકારાઈ છે. સ્કૂલમાં થયેલા ગેરકાયદે બાંધકામ અને લીઝ મામલે AMC એ ખુલાસો માંગ્યો છે. નોટિસ  આપી હોવા છતાં AMC ને સેવન્થ ડે સ્કૂલનું મેનેજમેન્ટ ગાંઠતું નથી અને પોતાની મનમાની કરી રહ્યું છે. 

આ સમાચાર શેર કરો