Gujarat યુનિવર્સિટીમાં સિન્ડિકેટ સભ્યો વિવાદ મામલે NSUIનો વિરોધ, કુલપતિ ડો.નીરજા ગુપ્તાની કેબિનની બહાર રામધૂન કરી
ગુજરાત યુનિવર્સિટી સિન્ડિકેટ સભ્ય વિવાદમાં NSUIએ વિરોધ પ્રદર્શન કર્યું છે
ગુજરાત યુનિવર્સિટી સિન્ડિકેટ સભ્ય વિવાદમાં NSUIએ વિરોધ પ્રદર્શન કર્યું છે. NSUI કાર્યકરોએ ગુજરાત યુનિવર્સિટી ખાતે નારાબાજી કરી હતી. તેમજ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો.નીરજા ગુપ્તાની કેબિનની બહાર રામધૂન કરી હતી. કુલપતિ નીરજા ગુપ્તા પોતાના કેબિનમાં હાજર ન હોવાથી NSUI કાર્યકર્તાઓ ધરણા પર બેઠા હતા.
ગુજરાત યુનિવર્સિટીમાં ભાજપના સિન્ડિકેટ સભ્યોના તોડકાંડ કૌભાડમાં પૂર્વ સિન્ડિકેટ સભ્ય શ્વેતલ સુતરીયાના એફઆઈઆરની માંગણી કરી હતી. નોંધનીય છે કે, શૂટિંગ એકેડમી સિન્ડિકેટ સભ્ય આશિષ અમીનને આપી દેવામાં આવી છે. ત્યારે આશિષ અમીનનું તાત્કાલિક સીન્ડિકેટ સભ્ય પદેથી રાજીનામું લેવાની માંગણી પણ કરવામાં આવી છે. ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ સિન્ડિકેટ સભ્ય શ્વેતલ સુતરીયા સામે પોલીસ ફરિયાદ નોંધવાની NSUIએ માંગણી કરી છે. શ્વેતલ સુતરીયાનો HOD પાસે રૂ.1.5 કરોડની માંગણી કરતો ઓડિયો વાયરલ થયો હતો, જે બાદ શ્વેતલ સુતરીયા વિરુદ્ધ પોલીસ ફરિયાદની માંગણી કરાઈ હતી. NSUIએ આક્ષેપ કર્યો છે કે, ભાજપના સિન્ડિકેટ સભ્યો વિદ્યાર્થીલક્ષી કામગીરીને બદલે યુનિવર્સિટીની જમીન સ્પોટ્સ સંકુલ અને એકેડમી પર કબજો જમાવવા બેઠા છે. જો કે, NSUI ના કાર્યકર અને નેતાઓ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિના નિવાસ્થાને વિરોધ કરતા પોલીસે અટકાવ્યા છે.


