Ahmedabad news: મેમનગર વાળી નાથ ચોક પાસે ધક્કો મારતા આધેડનું મોત
અમદાવાદના મેમનગર વાળી ચોક પાસે ખરાબ ઘટના ઘટી છે. અહીં બે યુવકોએ ધક્કો
અમદાવાદના મેમનગર વાળી ચોક પાસે ખરાબ ઘટના ઘટી છે. અહીં બે યુવકોએ ધક્કો મારતા આધેડનું મોત થયું છે. મૃતકનું નામ નાથુસિંહ રાઠોડ છે, જેમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતુ. પ્રતાપસિંહ અને રાજેન્દ્રસિંહ નામના બે ભાઈઓએ નાથુસિંહને ધક્કો માર્યો હતો.
આ સમગ્ર બનાવના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. તેના દ્રશ્યો તમને વિચલિત કરી શકે છે. આ મામલે ગુજરાત યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી તજવીજ હાથ ધરી છે. ક્યા કારણોસર બનાવ બન્યો તે માહિતી સામે આવી નથી, તેથી આ અંગે હજી તપાસ ચાલુ છે. પરિવાર મૃતદેહ સાથે યુનિવર્સિટી પોસ્ટે પહોચ્યો હતો.



