Video: પલસાણા પોલીસ મથકે 40 થી વધુ વાહનોમાં લાગી આગ, ભારે જહેમત બાદ મેળવાયો કાબૂ
સુરત જિલ્લાના પલસાણા પોલીસ સ્ટેશને જપ્ત કરી રાખેલા 40 થી વધુ વાહનોમાં આગ ભભૂકી ઉઠતાં દોડધામ મચ
સુરત જિલ્લાના પલસાણા પોલીસ સ્ટેશને જપ્ત કરી રાખેલા 40 થી વધુ વાહનોમાં આગ ભભૂકી ઉઠતાં દોડધામ મચી હતી. ફાયર બ્રિગેડની ચાર ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.
ઇકો, આઇશર ટેમ્પો સહિતનાં 40 થી વધુ વાહનો સ્વાહા
પ્રાપ્ત માહિતી મુજબ સુરત જિલ્લાના પલસાણા પોલીસનાં કમ્પાઉન્ડમાં રાખેલા જપ્તીના 40 થી વધુ વાહનોમાં અચાનક આગ ભભૂકી ઉઠતાં અફરતફરીનો માહોલ સર્જાયો હતો. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ઇકો, આઇશર ટેમ્પો સહિતનાં 40 થી વધુ વાહનો બળીને ખાખ થઈ ગયા હતા.બારડોલી, પલસાણા સહિત 4 ફાયરની ટિમો ઘટનાસ્થળે પહોંચી હતી. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ ન થતાં સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.




