Video: બરોડા ડેરીના નિયામક મંડળને નોટિસ, ઓડિટમાં અનિયમિતતાને પગલે કરાઈ કાર્યવાહી
વડોદરાની બરોડા ડેરીના નિયામક મંડળને નોટિસ આપવામાં આવી છે. બરોડા ડેરીના પ્રમુખ દિનુ મામા, ઉપપ્રમ
વડોદરાની બરોડા ડેરીના નિયામક મંડળને નોટિસ આપવામાં આવી છે. બરોડા ડેરીના પ્રમુખ દિનુ મામા, ઉપપ્રમુખ જી.બી. સોલંકી અને એમડીને ગુજરાત રાજ્યના સહકારી વિભાગે નોટિસ આપી છે.
ઓડિટ અહેવાલમાં બહાર આવેલી અનિયમિતતાઓના આધારે વડોદરા સંઘના હોદેદારો દ્વારા જરૂરી પૂરતા જવાબ ન આપતા આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જણાવાયું છે. તેમજ પ્રમુખ અને ઉપપ્રમુખ દૂધ સંઘના કાર્યક્ષેત્રની દૂધ મંડળીઓને સંઘ સાથે જોડવા અને દૂધ ઉત્પાદનને પ્રોત્સાહન આપવા બાબતે નિષ્ફળ ગયા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.




