VIDEO: રાજકોટમાં પૂર્વ શિક્ષિકા દ્વારા નોંધાવેલી દુષ્કર્મની ફરિયાદમાં નવો વળાંક, આરોપીની પત્નીએ CPને કરી આ રજૂઆત
રાજકોટમાં પૂર્વ શિક્ષિકા દ્વારા નોંધાવવામાં આવેલી દુષ્કર્મની ફરિયાદમાં હવે નવો વળાંક આવ્યો છે.

રાજકોટમાં પૂર્વ શિક્ષિકા દ્વારા નોંધાવવામાં આવેલી દુષ્કર્મની ફરિયાદમાં હવે નવો વળાંક આવ્યો છે. આરોપી ધ્રુવલ દેસાઈની પત્ની સાક્ષી દેસાઈએ પોલીસ કમિશનરને રજૂઆત કરી છે કે તેના પતિને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે. બદનામીથી કંટાળીને ધ્રુવલે વારાણસીમાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો છે અને હાલ તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પત્નીનો આક્ષેપ છે કે જો તેના પતિને કંઈ પણ થશે તો તેની જવાબદારી ફરિયાદ કરનાર શિક્ષિકાની રહેશે.








