VIDEO: ધ્રાંગધ્રા નગરપાલિકામાં નવા હોદ્દેદારોની બિનહરીફ વરણી
સુરેન્દ્રનગર જિલ્લાની ધ્રાંગધ્રા નગરપાલિકાના વિવિધ મહત્વના પદો માટે નવા હોદ્દેદારોની બિનહરીફ વરણી કરવ

સુરેન્દ્રનગર જિલ્લાની ધ્રાંગધ્રા નગરપાલિકાના વિવિધ મહત્વના પદો માટે નવા હોદ્દેદારોની બિનહરીફ વરણી કરવામાં આવી છે. પાલિકાના પ્રમુખ તરીકે દામિનીબેન ગોવાણી અને ઉપપ્રમુખ તરીકે સહદેવસિંહ જાડેજાની સર્વાનુમતે પસંદગી થઈ છે. આ ઉપરાંત, કારોબારી ચેરમેન તરીકે પ્રવીણભાઈ રબારી, દંડક તરીકે રાજેશ પટેલ તેમજ શાસક પક્ષના નેતા તરીકે સતીશ ડાભીના નામો પર મહોર મારવામાં આવી છે. તમામ પદો પર બિનહરીફ વરણી થતાં જ સભ્યો અને સમર્થકોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. નવનિયુક્ત હોદ્દેદારોએ નગરના પડતર પ્રશ્નો ઉકેલીને વિકાસ કાર્યોને વધુ ગતિ આપવાની ખાતરી આપી છે.

