મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરેન્દ્રનગરમાં પેટ્રોલ અને ડીઝલની અછતના કારણે શહેરમાં પેટ્રોલ પંપ બંધ થવા લાગ્યા

સુરેન્દ્રનગરમાં પેટ્રોલ અને ડીઝલની અછતના કારણે શહેરમાં પેટ્રોલ

સુરેન્દ્રનગરમાં પેટ્રોલ અને ડીઝલની અછતના કારણે શહેરમાં પેટ્રોલ પંપ બંધ થવા લાગ્યા છે. જેની સૌથી વધુ અસર ટ્રાન્સપોર્ટ અને ઔદ્યોગિક એકમો પર પડી રહી છે. વાહનચાલકોના આક્ષેપ છે કે પેટ્રોલ પંપ સંચાલકો કાળા બજાર કરી રહ્યા છે. લાગતા-વળગતાઓને પેટ્રોલ-ડીઝલ આપવામાં આવે છે, જ્યારે સામાન્ય લોકોને ઊંચા ભાવે અથવા મળતું જ નથી. ભાવ વધારા છતાં પણ બળતણ ન મળતા વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. લોકો ચિંતામાં છે અને તંત્ર સમક્ષ તાત્કાલિક પુરવઠો વધારવાની માંગ કરી છે.

આ સમાચાર શેર કરો