મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોએ ખાતરની ખરીદી પર મોટો ભાવ વધારો ચૂકવવો પડશે

સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોએ ખાતરની ખરીદી પર મોટો

સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોએ ખાતરની ખરીદી પર મોટો ભાવ વધારો ચૂકવવો પડશે. જિલ્લામાં ખાતરનો જૂનો સ્ટોક પૂર્ણ થતાં જ ૧૦ ડેપો પર નવો સ્ટોક પહોંચાડવામાં આવ્યો છે, જે હવે નવા વધેલા ભાવો સાથે મળશે. ખરીફ સીઝનની શરૂઆત પહેલા જ ખાતરના ભાવ આસમાને પહોંચતા ખેડૂતોનું બજેટ ખોરવાયું છે. નવા ભાવ વધારા અનુસાર, APS ખાતરમાં સીધો ૭૦૦ રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકવામાં આવતા નવો ભાવ ૨૨૫૦ રૂપિયા પર પહોંચ્યો છે. જ્યારે NPK ખાતરમાં ૨૦૦ રૂપિયાના વધારા સાથે નવો ભાવ ૨૧૫૦ રૂપિયા થયો છે. જોકે, રાહતની વાત એ છે કે ખેડૂતોને ખાતરની અછત ન નડે તે માટે પ્રશાસન દ્વારા પ્રથમ તબક્કામાં DAPનો ૮૩૯ મેટ્રિક ટન અને NPKનો ૩૮૮૪ મેટ્રિક ટન જેટલો મોટો પુરવઠો જિલ્લામાં ઉપલબ્ધ કરાવી દેવામાં આવ્યો છે.

આ સમાચાર શેર કરો