મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: દ્વારકાના ગઢેચી ગામમાં પૂરમાં 15 લોકોનું NDRFના જવાનોએ કર્યું રેસ્ક્યું

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદના કારણે અનેક સ્થળોએ પૂરની સ્થિતિ સર્જાઈ હતી. પૂરમાં ફસાયેલા

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદના કારણે અનેક સ્થળોએ પૂરની સ્થિતિ સર્જાઈ હતી. પૂરમાં ફસાયેલા લોકોને બચાવવા માટે રાજ્ય સરકાર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યા છે. જેમાં દ્વારકા જિલ્લાના ગઢેચી ગામમાં ગત બપોરે 15 વ્યક્તિનું સફળતા પૂર્વક રેસ્ક્યું કરવામાં આવ્યું હતું.

NDRFના જવાનોએ 15 લોકોનું કર્યું રેસ્ક્યું

 જિલ્લા વહીવટી તંત્રના આપત્તિ વ્યવસ્થાપન તંત્રને આ સંદેશો મળ્યો હતો. આ સંદેશાને ધ્યાનમાં રાખીને NDRFના જવાનોની એક ટુકડીને બોટ સાથે ગઢેચી ગામે રવાના કરવામાં આવી હતી.

લાઈફ સેવિંગ જેકેટ પહેરાવીને બોટમાં બેસાડી સુરક્ષિત સ્થળે ખસેડ્યા

જ્યાં સીમમાં આવેલા ઘરોમાં 6 પુરુષો, પાંચ મહિલાઓ અને પાંચ બાળકો ફસાયા હતા. NDRFની ટીમના જવાનો ત્યાં પહોંચ્યા હતા અને અને લાઈફ સેવિંગ જેકેટ પહેરાવીને બોટમાં બેસાડીને તેમને સુરક્ષિત સ્થળ પર લઈ ગયા હતા.

આ સમાચાર શેર કરો