મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: નવસારીનું શરબતીયા તળાવ બન્યું જીવલેણ? અજાણી મહિલા ડૂબી, યુવાનોએ બચાવી

નવસારી શહેરના વિવાદાસ્પદ શરબતીયા તળાવમાં એક અજાણી મહિલા ખાબકી પડી હતી.

તસવીર: gstv

નવસારી શહેરના વિવાદાસ્પદ શરબતીયા તળાવમાં એક અજાણી મહિલા ખાબકી પડી હતી. ધોધમાર વરસાદથી છલોછલ ભરાયેલા તળાવમાં પડેલી મહિલાને સ્થાનિક યુવાનોએ ભારે મહેનતે બચાવી લીધી હતી.બચાવ્યા બાદ મહિલા ગુસ્સામાં હતી અને તે ગાડી લઈને ફરી ફરાર થઈ ગઈ. આ ઘટના આત્મહત્યાનો પ્રયાસ હતો કે અકસ્માત તે અંગે રહસ્ય ઘેરાયું છે.તળાવની પાળે રેલિંગ ન હોવાથી આ વિસ્તાર લોકો માટે ખતરનાક બની ગયો છે. વારંવાર થતી આવી ઘટનાઓને લઈને સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે. નગરપાલિકા દ્વારા તળાવની સુરક્ષા વ્યવસ્થા કરવાની માંગ ઊઠી છે.

આ સમાચાર શેર કરો