VIDEO: નર્મદા જિલ્લામાં રાજપીપળાથી લઈને પોઈચા વિસ્તારમાં વરસાદની એન્ટ્રી
નર્મદા જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. રાજપીપળા સહિત રસેલા, બીડ, નવાગામ, રૂઢ, નરખડી, જેસલપુર અને અન્ય વિસ્
નર્મદા જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. રાજપીપળા સહિત રસેલા, બીડ, નવાગામ, રૂઢ, નરખડી, જેસલપુર અને અન્ય વિસ્તારોમાં તા.૯ ના રોજ સાંજના પોણા પાંચ વાગ્યાના સુમારે આકાશમાં કાળા ડિંબાગ વાદળો છવાઈ ગયા હતા અને વીજળીના કડાકાભડાકા સાથે સાથે વરસાદ તૂટી પડ્યો હતો. ગરમીથી રાહત થઇ હતી અને વાતાવરણ ઠંડક પ્રસરી ગઇ હતી, સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં પણ વરસાદની એન્ટ્રી થઈ હતી. આ વરસાદથી શેરડી અને કેળના પાકને ફાયદો થયો છે. કેરીના પાકને નુક્સાન થયું છે.
દેડિયાપાડા સહિત કણબીપીઠા સાગબારા તાલુકાના દેવ મોગરા ખાતે ધોધમાર વરસાદ શરૂ થતા લોકો ખુશહાલ છે. નર્મદા જિલ્લામાં વરસાદની એન્ટ્રી શરૂ થઈ ગઈ છે. બાગાયતી પાકોને નુકશાન થયું છે.




