Video: પાલનપુરમાં નાર્કોટિક્સ બ્યુરોનો સપાટો, 1 કરોડનો પ્રતિબંધિત દવાઓનો જથ્થો જપ્ત
બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાંથી કેન્દ્રીય નાર્કોટિક્સ બ્યુરોની ટીમે પ્રતિબંધક દવાઓનો એક
બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાંથી કેન્દ્રીય નાર્કોટિક્સ બ્યુરોની ટીમે પ્રતિબંધક દવાઓનો એક કરોડનો જથ્થો જપ્ત કર્યો છે. ટીમે 2800 કોડીનની બોટલ અને 26000 ટ્રામાં ડોલના ઇન્જેક્શન સહિત દવાઓનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
દંપતિના રિમાન્ડ દરમ્યાન થયો ઘટસ્ફોટ
પ્રાપ્ત માહિતી મુજબ કેન્દ્રીય નાર્કોટિક્સ બ્યુરોની ટીમે પાલનપુરમાં ધામા નાખી પ્રતિબંધક દવાઓનો એક કરોડનો જથ્થો જપ્ત કર્યો છે. ચાર દિવસ અગાઉ એન્ડી ફાર્માસ્યુટિકલ કંપનીના માલિક અને દંપતિ સમીક્ષા મોદી અને સુનિલ મોદીની ધરપકડ કરવામાં આવી હતી, જે બાદ તેઓના રિમાન્ડ દરમિયાન તપાસમાં પાલનપુરના ગોડાઉનમાં આ જથ્થો હોવાનું કબૂલ્યું હતું.
અગાઉ બે આરોપીઓ પકડાયા હતા
આ અગાઉ ફેબ્રુઆરી મહિનામાં ધાનેરા અને થરાદ વિસ્તારમાં રેડ કરીને બે આરોપીઓને પકડી પાડ્યા હતા. અગાઉ પકડાયેલા આરોપીઓ એનડી ફાર્માસ્યુટિકલનું લાઇસન્સ જમા કરાવ્યું હતું અને ત્યારબાદ ગેરકાયદેસર દવાઓ બનાવતા હતા. કેન્દ્રીય બ્યુરોની ટીમે 2800 કોડીનની બોટલ અને 26000 ટ્રામાં ડોલના ઇન્જેક્શન સહિત દવાઓનો મુદ્દામાલ કબજે કરી પાલનપુર પોલીસ મથકે સોંપ્યો છે.






