મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: નાની દબાસના ખેડૂતે માત્ર 5 ગૂંઠામાં મકાઈ વાવીને 1 લાખની આવક લીધી

સ્વિટકોર્ન - અમેરિકન મકાઈ કોને ભાવતી નહીં હોય. ડાંગને પ્રાકૃતિક જિલ્લો જાહેર કરાયા પછીથી અહીંના ખેડૂતોએ રાસાયણિક ખ

સ્વિટકોર્ન - અમેરિકન મકાઈ કોને ભાવતી નહીં હોય. ડાંગને પ્રાકૃતિક જિલ્લો જાહેર કરાયા પછીથી અહીંના ખેડૂતોએ રાસાયણિક ખાતરો અને પેસ્ટિસાઈડને સદંતર તિલાંજલિ આપી દીધી છે. ડાંગ જિલ્લો આમ તો કુદરતના ખોળે વસેલો છે. એમાંય સાપુતારા હિલ સ્ટેશન હંમેશા પ્રવાસીઓથી છવાયેલું રહે છે. હિલ સ્ટેશન પર ઠંડા પવનોની લહેર વચ્ચે સ્વિટકોર્નનો આનંદ લેવાનું કોણ ચૂકે છે. ખેડૂતો આવી તકનો લાભ લઈને સ્વિટકોર્નની ખેતીમાં સફળ થઈ રહ્યા છે. આહવા તાલુકાના નાનીદબાસ ગામે રહેતા આદિવાસી ખેડૂત રમણભાઈ સોમાભાઈ પવાર અમેરિકન સ્વીટકોર્નની પ્રાકૃતિક ઢબે ખેતી કરી ઘરઆંગણે નફો મેળવી રહ્યા છે. માત્ર 5 ગૂંઠામાં વાવેલી મકાઈથી 1 લાખ રૂપિયાથી વધુની આવક લેશે.

આ સમાચાર શેર કરો